GUJARATIDARSABARKANTHA

ઇડરના ડુંગરી ગામે ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કરાઈ

ઇડરના ડુંગરી ગામે ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કરાઈ

**********

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના ડુંગરી ગામે સાફ સફાઈ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્ય સહીત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે સાફ સફાઇ કરવામાં આવી રહી છે. જિલ્લાના મહાનગરપાલિકા,નગરપાલિકા વિસ્તાર, ગ્રામ્ય પંચાયત વિસ્તારોને સ્વચ્છ બનાવવાના ભાગરૂપે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ છે.

ઇડરના ડુંગરી ગામના જાહેર રસ્તાઓ, પંચાયત વિસ્તાર, આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાની આજુ બાજુના વિસ્તારમાં ઉઘી નીકળેલું ઘાસ દૂર કરીને ભીનો અને સૂકો કચરો અલગ અલગ રીતે એકત્રિત કરવામાં આવ્યોં હતો. આ સફાઈ અભિયાનમાં ગામના સરપંચશ્રી, ગ્રામ્ય પંચાયતના સદસ્યોશ્રી, સફાઈ કર્મીઓ,નાના બાળકો સહિત ગ્રામજનો જોડાયા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button