પોલીથીન પેકીંગ પાન-મસાલાઓના પીસ ઉપયોગ વેચાણ, સંગ્રહ, ઉત્પાદન સદંતર બંધ કરવા મહાનગર પાલિકા,જુનાગઢની અપીલ

જૂનાગઢ શહેર વિસ્તારમાં પાન-મસાલા, લારી-ગલ્લાવાળાઓ, પાન-મસાલા તથા માવાના ગ્રાહકોને પોલીથીન પૈકીંગ (પાનપીસ)માં આપે છે, જે પોલીથીન પેકીંગ પાન-મસાલાઓ અને તેવા પ્રકારના માવા ખાનારાઓ દ્વારા શહેરની જાહેર જગ્યાએ તેમજ રસ્તાઓ ઉપર મનસ્વી રીતે અને બેજવાબદારીથી ફેંકી દેવામાં આવે છે. આ પેકીંગ અને આવા પ્લાસ્ટીક હવામાં ઉડીને ઉપદ્રવ ઉભો કરે છે. શહેરની મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનમાં તથા પાણીની લાઈનમાં આવા પેકીંગ તથા પ્લાસ્ટીક અને પીસ ફસાઈ જઈને ગટર લાઈનમાં પાણીનો નિકાલ સ્થગીત કરી દે છે.જેના કારણે પાણીનો પણ નિકાલ થઈ શકતો ન હોય જેથી આવી લાઈનમાં ફસાયેલ પોલીથીનનો નિકાલ કરવો ઘણું મુશ્કેલ બની જાય છે. તેમજ ચોમાસામા વરસાદી પાણીના નિકાલને અવરોધ બનવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી તેમજ શહેરની સ્વચ્છતા જાળવાતી નથી. જાહેર આરોગ્ય સમક્ષ ગંભીર પ્રશ્નો ઉભો થાય છે. અને તેના કારણે આરોગ્યને માટે જોખમ ઉભુ થાય છે. આનાથી સ્વચ્છ નાગરિક જીવનમાં ઉપદ્રવ ઉભો થાય છે, જે અટકાવવા અગાઉ વર્ષ – ૨૦૧૮માં જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જેનો અમલ કરવાનો થાય છે.
શહેરના પાન, મસાલા વેચતા લારી ગલ્લાવાળા,આ પ્રકારના પ્લાસ્ટીક પાન પીસ વેચતા, સંગ્રહકર્તા, ઉત્પાદન કરતા, તેમજ ઉપયોગ કર્તાને અપીલ કરવામાં આવે છે કે જુનાગઢ મહાનગર હદ વિસ્તારમાં પાન-મસાલા તથા માવાના (પ્લાસ્ટીક પાનપીસ)સદંતર બંધ કરવામાં આવે છે જેથી પાન-મસાલા લારી-ગલ્લાવાળાઓએ પાન-મસાલા તથા માવાના ગ્રાહકોને કોઈ પણ પ્રકારના પ્લાસ્ટીક પાનપીસ પેકીંગમાં આપવું નહિ તેમજ કોઈપણ ગ્રાહકોએ પાનપીસનો ઉપયોગ કરવો નહિ કે વેપારી ઉત્પાદક દવારા વેચાણ કે સંગ્રહ કરવા નહિ જો આ પ્રકારની પ્રવૃતી કરતા જે કોઈ આસામી જણાઈ આવશે, તો તેની પાસેથી હેલ્થ બાયલોઝ / પ્લાસ્ટીક બાયલોઝ નિયમ મુજબ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જરૂર જણાયે ફોજદારી રાહ સુધીના પગલા લેવામાં આવશે,