
હાલના પ્રર્વતમાન સમયમાં હિન્દુ સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતીની ગરીમા પર વિધર્મીઓ દ્વારા કુઠારા ઘાત થઈ રહ્યા છે. વિધર્મીઓ દ્વારા “મહારાજા” જેવી ફાલતુ ફિલ્મ પ્રકાશિત કરી સમસ્ત હિન્દુ સનાતન ધર્મીઓની લાગણી દુભાવવાનો અનધિકૃત પ્રયત્ન થઈ રહ્યો છે. સન 1862 માં અંગ્રેજોના શાસન દરમ્યાન આપણી સંસ્કૃતિને ખતમ કરવા માટે લાઈબલ કેસ કરવામાં આવેલ અને જ્યારે આજે સ્વતંત્ર ભારતમાં મહારાજા જેવી ફિલ્મ પ્રકાશીત થાય તે દરેક હિન્દુઓ માટે શરમ જનક વાત છે.આ ફિલ્મ પ્રકાશિત ન થાય તેમના માટે સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સર્વે સનાતની હિન્દુ દ્વારા આજરોજ આજે ચોકમાં આવેલ પુરુષોત્તમ લાલજી હવેલી ખાતે એકત્ર થઈ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત હિંદુ ભાઈઓ-બહેનોએ ખાસ હાજર રહ્યાં હતાં જો આજે નહિ તો ક્યારેય નહિ.સમસ્ત હિન્દુ સનાતન ધર્મ વતી ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ ડાયાલાલનાં જણાવ્યા મુજબ હિન્દુ સનાતન ધર્મ પર થતા પ્રહારને રોકવા માટે આજે દરેક હિંદુઓએ એક્ત્ર થવુ પડશે. નહિતર રોજ રોજ આવા નવા નવા પ્રહાર આપણી સંસ્કૃતી પર થતા રહેશે. તો ચલો બધા સાથે મળી આજે આપણી સંસ્કૃતીને બચાવવા માટે આગળ વધીએ.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ