
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
અરવલ્લી : મોડાસા બ્લોક ફેક્ટરી નજીક ગાયોનું ધણ આડે ઉતરતા પારસ સોસાયટીમાં રહેતા ખેડૂતની બાઈક સ્લીપ થતા સ્થળ પર મોત

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત આજુબાજુના પંથકમાં રોડ પર રખડતા પશુનો લીધે છાસવારે અકસ્માતની ઘટનાઓમાં વાહનચાલકો અને રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચવાની સાથે મોતને ભેટી રહ્યા છે મોડાસા શહેરની પારસ સોસાયટીમાં રહેતા બાઈક લઇ બ્લોક ફેક્ટરી નજીક પસાર થતા ગાયોનું ટોળું અચાનક રોડ પર આવી જતા બાઈક સ્લીપ થતા ખેડૂતનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા પારસ સોસાયટી અને તેમના વતન સાયરા ગામમાં ભારે ગમગીની છવાઈ હતી
મોડાસા તાલુકાના સાયરા ગામના અને શહેરની પારસ સોસાયટીમાં રહેતા વાલજીભાઇ કેશાભાઈ વણકર નામના ખેડૂત સોમવારે સવારે બાઈક લઈ સાયરા નજીક આવેલ ખેતરમાં ખેતીના કામકાજ અર્થે નીકળ્યા હતા બ્લોકફેક્ટરી નજીક પસાર થતા હતા ત્યારે રોડ પર અચાનક ગયોનું ધણ ધસી આવતા ખેડૂતે ગાયના ટોળાથી બચવા બ્રેક મારતા બાઈક સ્લીપ થઇ જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર ખેડૂતનું પ્રાણ પંખેરું ઉડી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ખેડૂતને અકસ્માત નડ્યો હોવાની જાણ પારસ સોસાયટીના રહીશો અને મિત્ર વર્તુળને થતા તાબડતોડ સ્થળ પર પહોંચ્યા અકસ્માતમાં ખેડૂતનું મોત નિપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મૃતકની લાશને પીએમ માટે મોડાસા અર્બન સેન્ટરમાં ખસેડાતા મોટી સંખ્યામાં સગા-સબંધીઓ દોડી આવ્યા હતા મોડાસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી









