BANASKANTHAKANKREJ

શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિની વાડી પાટણમાં અનુદાન અર્પણ કરવામાં આવ્યું.

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા પ્રજાપતિ સમાજના સહિયારા સહયોગથી પાટણ- સરિયદ રોડ ઉપર પાટણ થી ૪ કી.મિ.દૂર માળી સમાજની વાડી સામે ૩ વિઘા જેટલી જમીન
પ્રજાપતિ સમાજની વાડી (સંકુલ) માટે વેચાણ લીધેલ.આ વાડી (સંકુલ) માટે અનેક દાતાઓ દાનની સરવાણી વહેવડાઈ રહ્યા છે ત્યારે આ વાડી (સંકુલ) ના નિર્માણમાં સહભાગી થવા પ્રજાપતિ સમાજના સેવાભાવી ડૉ.પરાગભાઈ મંછાભાઈ સરિયદ હાલ-સોની ગામ દ્વારા ૨,૫૧,૦૦૦/- રૂપિયા તથા ભુતિયાવાસણા વતની ધંધાર્થે સુરત ખાતે સ્થાઈ થયેલ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ
બાર પરગણા સુરતના પૂર્વપ્રમુખ લીલાભાઈ ધુડાભાઈ પ્રજાપતિ દ્વારા ૧,૧૧,૧૧૧/- રૂપિયાનું અનુદાન અર્પણ કરતા મંડળના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,મંત્રી દશરથભાઈ ગુર્જર,કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ સહિત તમામ કારોબારીસભ્યોએ બંને દાનવીર દાતાનો આભાર માન્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button