ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ અનુસંધાને પાણીબારથી પાનવડ સુધી ભવ્ય બાઈક રેલી યોજાઈ

ભાજપના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સહીત હજારો નગરવાસીઓ આ રેલીમાં જોડાયા
_________
રામ મંદિરને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીએ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં રામ ભક્તો ઉત્સવની ઉજવણી કરી રહ્યાં છે. પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ રામ ભક્તો સાથે મળીને એક વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીના તમામ ભક્તો રેલીમાં જોડાઈ ભવ્ય મહોત્સવના સાક્ષી બનવા માટે તૈયાર છે.
પાવીજેતપુર વિધાનસભાના પાણીબાર રામ ટેકરીથી લઈને પાનવડના પંચપાંડેશ્વર મહાદેવ મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે એવામાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યએ પણ પણ તેમનો જુસ્સો બતાવવા આ રેલીનું આયોજન કર્યું હતું. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખૂણે ખૂણે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યના નિવાસ સ્થાનેથી બાઇકમાં કાર્યકર્તાઓ નીકળી અને રસ્તામાં અન્ય જગ્યાએથી ઠેર ઠેરથી લોકો આ રેલીમાં સ્વેચ્છાએ જોડાયા હતા. આ બાઈક રેલીને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









