
સાંસ્કૃતિક કાર્યક્રમમા શાળાના બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત,ડાન્સ, નાટક વગેરે જેવી અલગ અલગ 14 કૃતિઓ રજૂ કરવામા આવી. આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામા આવ્યા.તેમજ શાળાને અવારનવાર દાન આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરી ઋણ અદા કરવામા આવ્યું. શ્રી શેરગઢ સીમ શાળાની ઉત્તમ કામગીરીથી પ્રભાવિત થઇ કેશવકૃપા ગૃપ દ્વારા શાળા પરિવારને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 30 વર્ષ પહેલાં શેરગઢ ગામના સીમ વિસ્તારમાં માત્ર 10-15 વિદ્યાર્થીઓની સંખ્યા અને 1 શિક્ષકોથી શરૂ થયેલી નાની એવી સીમ શાળા આજે 225 જેટલા વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકો ઉપરાંત આધુનિક કોમ્પ્યુટર લેબ,સ્માર્ટ ક્લાસ અને અદ્યતન સુવિધાઓ તેમજ વિશાળ પરિસર ધરાવતી સ્માર્ટ શાળા તરીકે જિલ્લાની 14 લાઈટ હાઉસ શાળામા પસંદગી પામેલ છે. આજુબાજુના 7 ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે.વિદ્યાર્થીના વાલીઓ તેમજ ગ્રામજનો પણ શાળાને પૂરતો સહયોગ આપી રહ્યા છે.શાળાની 30મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં ગામલોકો તરફથી મંડપ સર્વિસ તેમજ સાઉન્ડ સિસ્ટમ વિનામૂલ્યે આપવામાં આવેલ.તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી બજાવેલ. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો,ગામલોકો તથા શાળા સ્ટાફ તરફથી રૂપિયા 37000 નો ફાળો શાળાના વિકાસ અર્થે મળેલ છે જે નોંધપાત્ર બાબત છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલી મિટિંગ યોજવામા આવી.જેમા વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ સર્વાંગી વિકાસ બાબતે વાલીઓ અને શિક્ષકો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા કરવામા આવી.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










