BANASKANTHAPALANPUR

વિશ્ર્વ ગુજરાતી સમાજ દ્રારા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનું કરવામાં આવેલ સન્માન 

5 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

છેલ્લા સાડા ચાર વર્ષથી દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગ થકી 24 જેટલી ગૌશાળાઓમાં ઘાસ પેટે રૂપિયા 57 લાખ જેટલી પ્રેરણાદાયી ગૌસેવા કરનાર શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળની સરાહનીય કામગીરીની ગૌરવભેર નોંધ લઈ વિશ્ર્વ ગુજરાતી સમાજ દ્રારા દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે વિશ્ર્વ ગુજરાતી સમાજે વિવિધ સ્થળોએ અનેક ગૌરવશાળી ગુજરાતીઓનું સન્માન કર્યું હતું ત્યારે તેની યુથ વીંગની એડવાઈઝર કમિટીના સદસ્ય ડીસા સ્થિત બળદેવભાઈ રાયકાએ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની સમગ્ર ટીમ તેમજ તેના મુખ્ય સંકલનકાર ભગવાનભાઈ બંધુનું મોમેન્ટો,સાલ તેમજ ફૂલછડીથી જલારામ મંદિર ડીસા ખાતે સન્માન કર્યું હતું.આર.એસ. એસ.ના અગ્રણી શૈલેષભાઈ સિસોદીયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કર્યા બાદ નવીનભાઈ પ્રજાપતિએ સુમધુર કંઠે પ્રાર્થના ગાન કર્યું હતું.આ અંગે વિનોદભાઈ બાડીવાલા ના જણાવ્યા અનુસાર આ શુભ અવસરે ડીસાના પ્રતિષ્ઠિત સેવાભાવી અગ્રણીઓ તેમજ જલારામ સત્સંગ મંડળના સર્વ મફતલાલ મોદી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,શશીકાંતભાઈ ડી.ઠકકર,પી.સી.સોલંકી ડેપ્યુટી એન્જિનિયર,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,ચંદુભાઈ એટીડી,નટુભાઈ લીંબાચીયા,મહેશભાઈમનવર,શારદાબેનઆચાર્ય,શિલ્પાબેન ઠકકર,જ્યોતિબેન ઠકકર, સહિત ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો,ગૌભકતો,રાષ્ટ્ર ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.માત્ર જલારામ બાપાના ભજનના માધ્યમથી આવડી મોટી ગૌસેવા કરવા બદલ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની ચોમેર પ્રશંશા થઈ રહેલ છે તેમજ ડિસેમ્બર 2024 સુધીનાં ભજનોની પણ નોંધણી થઈ ચૂકી છે.ડીસાનું જલારામ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળનું દર્શનધામ,ભકિતધામ તેમજ સેવાધામ બની ચૂકેલ છે.

[wptube id="1252022"]
Back to top button