DAHODGUJARAT

દાહોદ તાલુકાના મોટીખરજ ગામે જ્યુપીટર મોટર સાયકલ પરથી દારૂની બોટલો નંગ-૨૧૪ની કુલ કિ.રૂ.૩૦,૦૧૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પડ્યા

તા.૧૨.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય. સાંસી દાહોદ

Dahod:મોટીખરજ ગામે જ્યુપીટર મોટર સાયકલ પરથી દારૂની બોટલો નંગ-૨૧૪ની કુલ કિ.રૂ.૩૦,૦૧૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ રૂરલ પોલીસ

દાહોદ રૂરલ પોલીસ સસ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર કે.સી.વાઘેલા  પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર કે.સી.વાઘેલાને બાતમી મળેલ જે બાતમી આધારે મોટીખરજ ગામે બળીયાદેવના મંદીર પાસે વોચમાં હતા તે દરમ્યાન અશોકભાઇ કનુભાઈ જાતે બારીયા ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે.અભલોડ રાયણ ફળીયું તા.ગરબાડા જી.દાહોદનાનો તેની મોટર સાયકલ પર થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરીને આવતા તેઓના કબજાની વાદળી કલરની ટીવીએસ કંપનીની જ્યુપીટર મોટર સાયકલ જેનો રજી. નં.GJ.20.BA.5288 પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button