DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રાના હીરાપુર ગામે સીમમાં ગેરકાયદેસર નકલી કોલ સેન્ટર ઝડપાયું.

એક કાર, લેપટોપ, મોબાઇલ સહિત રૂ.6,67,000 ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી ચાર સામે નોંધાયો ગુનો

તા.24/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એક કાર, લેપટોપ, મોબાઇલ સહિત રૂ.6,67,000 ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી ચાર સામે નોંધાયો ગુનો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ એન એચ ચુડાસમા, પો.હે.કો. અનિરુદ્ધસિંહ અજીતસિંહ મોરી, મનહરસિંહ મોહનભાઈ ચાવડા, ગેલેશભાઈ અમૃતભાઈ પઢેરીયા, દેવશીભાઈ રાઠોડ, કુબેરભાઈ ડાભી સહિત સમગ્ર ટીમ દ્વારા ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે હીરાપુર ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર ઉપર ત્રાટકી હતી માઈક્રો એસ.આઈ.પી. કોલ્સ સોફ્ટવેર દ્વારા કોલ રીસીવર્ડ કરી વિદેશી નાગરિકેને વાઇરસ દૂર કરવા અને એન્ટિવાયરસ નાખવા ઉપરાંત ટીમ દ્વારા સોલ્યુશનનુ જણાવી સ્વાઇપ દ્વારા વિદેશી નાગરિક પાસેથી કરન્સી દ્વારા ડોલર પ્રાપ્ત કરી છેતરપિંડી આચરેલ પોલીસે દિનેશભાઈ રવિભાઈ મદુલીયા રહે અમદાવાદ સર્વોદયનગર હાલ રહે હીરાપુરના કુબેર ફાર્મ ધાંગધ્રા, નિતેન્દ્ર દેવેન્દ્ર આચાર્ય રહે હીરાપુરના કુબેર ફાર્મ ધાંગધ્રા મૂળ રહે જપેટાયુરરોડ ખડપુર પશ્ચિમબંગાળ, સંજનાબેન રાજકુમાર દેવગીરીકર હાલ રહે હીરાપુરના કુબેર ફાર્મ ધાંગધ્રા તથા મૂળ રહે સારંગપુર દાયાલ પાર્ક સોસાયટી ન્યુ દિલ્હી વેસ્ટ, પ્રેમાબેન આકાશ કુમાર રામકુમાર શર્મા હાલ રહે હીરાપુરના કુબેર ફાર્મ ધાંગધ્રા મૂળ રહે આશિયાના સેક્ટર લખનઉ ઉત્તર પ્રદેશ સહિત ચાર સામે ગુનો નોંધી રૂપિયા 6,67,000 ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડયા હતા જેમાં બે પુરુષ તથા બે મહીલાઓ ઝડપાઈ હતી પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, વાઇફાઇ ડોંગલ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button