JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢના આઈકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કરાયા

સાંસદ, મેયર  ધારાસભ્ય સહિતના મહાનુભાવો થયા સહભાગી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકાકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જૂનાગઢ જીલ્લા ખાતે પાંચ અલગ અલગ આઈકોનિક સ્થળ દામોદર કુંડ, ગીરનાર હિલ, ભવનાથ તળેટી, ઉપરકોટ અને બહાઉદ્દીન કોલેજમાં લાઈવ પ્રસારણ અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગીરનાર હિલ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, ઉપરકોટ ખાતે મુખ્ય અતિથી દામોદર કુંડ ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,  રૂપાયતન આશ્રમશાળા-ભવનાથ તળેટી ખાતે  ધારાસભ્ય દેવાભાઈ માલમ અને બહાઉદ્દીન કોલેજ ખાતે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા અને જૂનાગઢ  મહાનગરપાલિકાના કમિશનર  રાજેશ તન્નાએ હાજરી આપેલ હતી. તેઓનું તુલસીના છોડ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ શ્રીમતી આર.એસ.કાલરીયા પ્રાયમરી સ્કુલ અને વાજા શાહનવાજ (યોગા પ્લેયર)દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ રજુ કરી હતી.
ત્યારબાદ મહાનુભાવો દ્વારા યોગ વિશે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. જેમાં બહાઉદ્દીન કોલેજ ખાતે અંદાજીત ૧૬૦ થી વધુ લોકો હાજર રહેલ હતા, દામોદર કુંડ ખાતે ૧૪૦ જેટલા લોકો હાજર રહેલ હતા, ગીરનાર હિલ ખાતે ૧૫૫ લોકો હાજર રહેલ  હતા, ઉપરકોટ ખાતે ૧૧૦ જેટલા લોકો હાજર રહેલ હતા અને ભવનાથ તળેટીએ આવેલ રૂપાયતન આશ્રમ શાળા એ ૧૦૮ લોકોએ હાજરી આપી હતી. ત્યારબાદ તમામ આઈકોનિક સ્થળ પર રમત ગમત મંત્રી હર્ષ ભાઈ સંઘવીનું ઉદ્દબોધન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉદ્દબોધન અને સમુહમાં ૧૧ સૂર્યનમસ્કાર કાર્યક્રમ અને રાજ્યકક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકોનું સન્માન સમારોહનું લાઇવ પ્રસારણ થયેલ હતું. આ કાર્યક્રમોનું સફળ આયોજન જીલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે  અને સંકલનની કામગીરી હારૂણભાઈ વિહળે સંભાળેલ હતી.

 

[wptube id="1252022"]
Back to top button