GUJARAT

એકતાનગરના આંગણે તા.૧૯મી ઓક્ટોબરે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા અંતર્ગત કાર્યક્રમ યોજાશે*

વાત્સલ્યમ સમાચાર

એકતા નગર

અનીશ ખાન બલુચી

*એકતાનગરના આંગણે તા.૧૯મી ઓક્ટોબરે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા અંતર્ગત કાર્યક્રમ યોજાશે*
————
*વાઈબ્રન્ટ નર્મદા કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ*
————-
*પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહેલા નર્મદા જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ ઉદ્યોગકારોને સમજૂતિ કરાર સાથે રોકાણ માટેનું પ્લેટફોર્મ પુરૂં પાડશે*
————-
રાજપીપલા, સોમવાર : ગાંધીનગર ખાતે તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાનાર છે. તે પૂર્વે જિલ્લામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા કાર્યક્રમ આગામી તા.૧૯મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભિખુસિંહજી પરમાર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં એકતાનગર, ઓડિટોરિયમ- જૈન દેરાસર પાસે યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજન-અમલવારી સંદર્ભે નિમાયેલી વિવિધ કમિતિઓની આજે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ અગાઉ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વાઈબ્રન્ટ નર્મદા કાર્યક્રમના સંદર્ભે ગત તા.૧૧મી ઓક્ટોબરના રોજ પણ એક બેઠક યોજાઈ હતી.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ૨૦ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે વિવિધ MoU હસ્તાક્ષર કરી જિલ્લામાં રોકાણ અંગેની તત્પરતા દર્શાવવામાં આવશે. જ્યારે ડેમ વ્યુ પોઈન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા એક્ઝિબિશન સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે. જેમાં ઉદ્યોગ, બેન્કીંગ તેમજ એક્સપોર્ટ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવશે. આ સમિટ અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને સોંપાયેલી જવાબદારી સુપેરે પાર પાડવા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં નામના અંકિત કરી રહેલો નર્મદા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને જિલ્લામાં મોટા રોકાણો થાય અને સ્થાનિકોને રોજગારી નિર્માણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. ઈન્વેસ્ટમેન્ટ અર્થે જિલ્લાના આંગણે આવી રહેલા ઉદ્યોગકારો અને મોટા ગજાના ઉદ્યોગ માંધાતાઓનું માન સન્માન જળવાય તે સુનિશ્ચિત કરવા અને કાર્યક્રમ સુપેરે પાર પડે તે જોવા સૌને આહવાન કર્યું હતું.

વાઇબ્રન્ટ સમિટની સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે વિવિધ એક્ઝિબિશન સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારશ્રીની ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટ અપ સેમીનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન, પી.એમ.વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે. તેમજ B2B, B2C લગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં MSME સેક્ટરના ઔદ્યોગિક એકમો, બેન્કમેળા, ZED રજીસ્ટ્રેશન એક્ઝીબીશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડીઆરડીએ, મિલેટ્સ, લીડ બેન્ક, સખી મંડળો, આંગણવાડી, આરોગ્ય, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા રોજગાર કચેરી, વીજ કંપની સહિતના વિવિધ સ્ટોલ બનાવી રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી સુંદર રીતે પ્રસ્તુત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. અને આ વાઈબ્રન્ટ સમિટ પ્રથમવાર યોજાઈ રહી હોય જેને શાનદાર રીતે સફળ બનાવવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી જે.બી.દવે તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button