BANASKANTHATHARAD

થરાદ એ.પી.એમ.સી ખાતે યોજાયેલ વિશાળ જનસંમેલનને સંબોધતા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

૧૦ જૂન

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

*બોક્સ.હવાઈ ચંપલ પહેરતો માણસ હવાઈ મુસાફરી કરી શકે એવું આયોજન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

*બોક્સ.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ” મોદી ઇઝ ધ બોસ ” કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

*બોક્સ.જનસમર્થન અભિયાનમાં જોડાઈ ફરી એકવાર દેશનું સુકાન નરેન્દ્રભાઇ મોદીને સોંપવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

ભારતના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુસશનને ૩૦મી મેના રોજ નવ વર્ષ  પૂર્ણ થઇ રહ્યા છે. આ નવ વર્ષમાં દેશની જનતાનો અપાર પ્રેમ સાંપડ્યો છે અને વિશ્વના એક માત્ર એવા નેતા છે કે જેમણે જનતાની અપેક્ષા પૂર્ણ કરી, જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીત્યો છે તેવા વિરલ વ્યકતિત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના નવ વર્ષ દરમિયાન થયેલા પ્રજાલક્ષી વિકાસકામોને જન જનસુધી પહોંચાડવાનું અભિયાન એટલે મહા જનસંપર્ક અભિયાન.

મહાજનસંપર્ક અભિયાન થકી જનસમર્થનની યાત્રામાં આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ દ્વારા આયોજિત વિશાળ જનસંમેલનમાં
બનાસકાંઠા જિલ્લાની ભાતીગળ ઓળખ અને સાંસ્કૃતિક સમન્વય સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે ૨૦૧૪ પહેલાની દેશની પરિસ્થિતીનો ચિતાર રજુ કરતા જણાવ્યું કે ભારત દેશ આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્રભાઈ મોદી એક માત્ર આશાની કિરણ હતા. કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો અને જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી પ્રજા એ મુકેલા વિશ્વાસ ને વિકાસમાં પરિવર્તીત કરી બતાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દુનિયાએ વિશ્વાસ મુક્યો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ” મોદી ઇઝ ધ બોસ ” કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે. શાસન અને સુશાસનમાં શુ ફેર હોય એ નરેન્દ્રભાઇ મોદીએ બતાવ્યું છે.

નાનામાં નાના અને છેવાડાના માણસને કઈ રીતે મદદ પહોંચાડી સરકારી યોજનાઓને ખરા અર્થમાં જનકલ્યાણકરી યોજનાઓ કરી બતાવી છે. નવ વર્ષના આ સુશાસનમાં 11.81 કરોડ પરિવારોને નલ સે જળ યોજના હેઠળ પીવાનું પાણી પહોચાડ્યું છે. દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા કવચ આપતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતના 23.3 કરોડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. અને 4.54 કરોડ લાભાર્થીઓએ તેનો લાભ મેળવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરતાં આજે વિશ્વમાં ડિજિટલ પેમેન્ટના 40 ટકા પેમેન્ટ ભારતમાં થાય છે. કોવિડની મહામારી દરમિયાન 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું છે. તો પી.એમ.આવાસ યોજના હેઠળ 15 કરોડ લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે. પી.એમ સ્વનિધિ  યોજના હેઠળ 34.35 લાખ લારી ગલ્લા અને ફેરિયાઓને લાભ મળ્યો છે. આખા દેશમાં મેડિકલ કોલેજો 641 હતી તે વધારી 1341 કરી છે. તો ડોકટર્સની સીટ 82,464 થી વધી 1,52,129 સીટો થઈ છે. તો 2014 પહેલાં આખા દેશમાં  8 એઇમ્સ હોસ્પિટલ હતી. તે પ્રધાનમંત્રીશ્રીએ 2023માં 23 કરી છે.

બનાસકાંઠા જિલ્લાની પાણીની સમસ્યાને કાયમી ધોરણે નિવારવા માટે જાહેરાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે  સુજલામ સુફલામ યોજનાની થરાદ સીપૂ અને ચાંગા દાતીવાડા પાઇપ લાઈનો વચ્ચેનો દિયોદર, લાખણી, ડીસા, થરાદ , વગેરેના આશરે ૧૧૫ ગામોનો વિસ્તાર આજે પણ સૂકો છે અને તેને નર્મદાનું પાણી મળી રહે તે માનનીય પ્રધાનમંત્રીશ્રી નું સ્વપ્ન છે. જેને સાકાર કરવા માટે ગુજરાત સરકારે એક નવી પાઈપ લાઈન મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે દિયોદર તાલુકાના વાડિયા ગામ કે તેની નજીક યોગ્ય સ્થળ પરથી ૨૫૦ ક્યુસેક ક્ષમતા ધરાવતી લગભગ ૬૨ કી.મી. લંબાઈ ની પાઈપ લાઈન રૂ. ૧૪૫૦ ના અંદાજિત ખર્ચ સાથે નાખવામાં આવશે. જેથી આ વિસ્તારની પાણીની સમસ્યાનો તો ઉકેલ આવશે, પણ આ વિસ્તાર હરિયાળો બનશે એમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીશ્રી પાસે દેશને વિકસિત ભારત બનાવવાનું વિઝન છે, સંકલ્પ છે . જે દિશામાં આગળ વધવા માટે આપણે સૌએ તેમને સાથ સહકાર આપવાનો છે એમ જણાવતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, હવાઈ ચંપલ પહેરતો માણસ હવાઈ મુસાફરી કરી શકે એવું આયોજન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોચાડવાના સંકલ્પ સાથે આપણી સંસ્કૃતિનું પુન:સ્થાપન કર્યું છે એમ જણાવતાં આઝાદીના અમૃત મહોત્સવના અમૃતકાળમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી નવા ભારતની નીતિ રીતિની સ્થાપના કરી છે ત્યારે સરહદી અને સહકારી જિલ્લા બનાસકાંઠાના લોકોને જનસમર્થન અભિયાનમાં જોડાઈ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2024માં ફરી દેશના વિકાસરથને આગળ વધારવા અપીલ કરી હતી.

બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે આ પ્રસંગે 20 વર્ષ પહેલાંની બનાસકાંઠાની પરિસ્થિતિનો ચિતાર આપી આજે સરહદી જિલ્લાના છેવાડા ના લોકોને પણ પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને સરકારી યોજનાઓ નો લાભ મળ્યો એ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે જ્યારે રાજ્યમાં 19 જિલ્લા હતા ત્યારે બનાસકાંઠા સૌથી છેલ્લા ક્રમે હતું. જે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવને લીધે આજે જિલ્લામાં  ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. અને શિક્ષણ ક્ષેત્રે જિલ્લાએ હરણફાળ ભરી છે. સાંસદ શ્રીએ 9 વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવેલી વિવિધ સરકારી યોજનાઓથી જિલ્લાના સરહદી વિસ્તરના છેવાડાના માણસ લાભ થયો છે એમ જણાવી કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ, આયુષ્યમાન ભારત, પી.એમ. આવાસ યોજના , મેક ઇન ઇન્ડિયા, ઉજ્જ્વલા યોજના સહિતની યોજનાઓથી લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન આવ્યું હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઇ અનાવાડિયા, પ્રદેશ સંગઠનના મંત્રીશ્રી નૌકાબેન પ્રજાપતિ, ગુજરાત સંગઠનના ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રીશ્રી તેમજ જિલ્લા  પ્રભારીશ્રી જયંતીભાઈ કવાડિયા, દિયોદર ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, થરાદ માર્કેટયાર્ડના ડિરેક્ટરશ્રીઓ, પદાધિકારીઓ, હોદેદારો સહિત થરાદવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button