
વિજાપુર ખત્રીકુવા રેડીમેડ બજાર પાસે વાહનો ના આડેધડ પાર્કિંગ ના કારણે ટ્રાફીક જામ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં ધમધમતો ખત્રીકુવા વિસ્તાર દુકાન આગળ આડેધડ વાહનોના પાર્કિંગ ના કારણે ટ્રાફીક સમસ્યા સર્જાઈ હતી જેના કારણે અવર જવર કરતા વાહન ચાલકો ને ભારે પરેશાની ઉઠાવી હતી અહીં તાલુકા પંચાયત પણ આવેલી છે જેમાં ઘણા અરજદારો ની પણ અવર જવર રહેતી હોય છે તેમજ અહીં રેફરલ હોસ્પિટલ પણ આવેલી છે જેમાં ટ્રાફીક જામ ના કારણે દવાખાને જવા માટે પણ લોકો પરેશાની ઉઠાવી રહ્યા છે અહીં ટ્રાફીક પોલીસ મૂકવામાં આવી નથી તેમજ જે મૂકવામાં આવે છે તે જીઆરડી ના જવાન હોય છે જેઓ ટ્રાફીક હળવો કરવા માટે કોઈ તાલીમબધ્ધ હોતા નથી જેથી ઘણી વખત ટ્રાફીક સમસ્યા જટીલ બની જાય છે તો અહીં ટ્રાફીક પોલીસ નો પોઇન્ટ મૂકવામાં આવે તો સમસ્યા હળવી બને તેમ છે રોડ વચ્ચે કેટલીક વખત રીક્ષાઓ વાળા પણ ઉભા થતા હોય છે વારંવાર ટ્રાફીક ના કારણે વેપારીઓને પણ હોર્ન ના અવાજો ના કારણે પરેશાન થતા હોય છે જેથી ટ્રાફીક સમસ્યા નો નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા ટ્રાફીક પોલીસ નો પોઇન્ટ મૂકવામાં આવે તેમ અહીંના વેપારીઓ ઇચ્છી રહ્યા છે