હાલોલના કસ્બા હુશેની ચોક ખાતે રહેતા મોહમંદ અનસ અને ફેજાને હસન ને રમઝાન માસનો રોઝો રાખી ખુદાની બંદગી કરી.

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૯.૩.૨૦૨૪
હાલોલ નગરના કસ્બા હુસેની ચોક ખાતે રહેતા આઠ વર્ષીય મોહમંદ અનસ રિજકુલ્લાહ દાઢી અને નવ વર્ષીય ફેજાને હસન ગુલામ દાઢી આ બંને નાના ભૂલકાઓએ રમજાન માસનો રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જોકે મોહમંદ અનસે પોતાની જિંદગીનો રમજાન માસ નો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. જેમાં નાના ભૂલકાઓ પણ કાળજાળ ગરમીમાં રોજા રાખી રહ્યા છે મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. ત્યારે હાલોલ નગરના કસ્બા હુસેની ચોક ખાતે રહેતા આ બંને નાના ભૂલકાઓએ પોતાની જિંદગીનો રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ બંને નાના ભૂલકાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.