
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકા માં આવેલ રૂમલા ગામ ખાતે અક્ષત કળશનું પૂજન અને યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે હાલ દેશમાં રામલલ્લાના અયોધ્યામાં નવીન મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. ત્યારે ભારત દેશ ના અનેક લોકો ની આસ્થા અને મોટો વર્ગ ધર્મપ્રેમી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દ્વારા ગામડે ગામડે અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે ત્યારે ચીખલી વિસ્તાર માં એક ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ચીખલી તાલુકા ના રૂમલા ગામ ખાતે આજ રોજ અક્ષત કળશ યાત્રા નીકળી હતી. રૂમલા નાં કુંભારવાડ ફળિયા થી નીકળી રામજી મંદિર કોળીવાડ સુઘી ડી.જે.સાથે યોજવામા આવી હતી.ત્યારે સમગ્ર ગામ રામ નામ માં લીન થઈ જવા પામ્યું હતું. જ્યારે વર્ષો થી અલગ અલગ હિન્દુ સંગઠનો માં કામ કરી ચૂકેલા અને રૂમલાનાં ઠાકોરભાઇ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્ર્મ ની રૂપ રેખા કરી આ અક્ષત કળશ યાત્રા ને સફળ બનાવી હતી.જ્યારે અક્ષત કળશ પૂજન અને યાત્રા દરમિયાન સમગ્ર ગામ ના ધર્મપ્રેમી જનતાએ વધાવીને રામજી મંદિરમાં લાવવામાં આવ્યો હતો. જેમાં ગામ ના આગેવાનો, યુવાનો, વડીલો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પ્રેમસિંહ ગૌ સ્વામી, અશોક ભાઈ તોલંબિયા,હિતેશ ભાઈ પટેલ, જયેશભાઈ વૈષ્ણવ, જગદીશભાઈ ચૌહાણ, પ્રણવ સિંહ પરમાર (ચાપલધરા) અને કથાકાર નરેશ ભાઈ રામાનંદી (મહારાજ) પણ હાજર રહી રામ જન્મ ભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર નો મહિમા સમજાવી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો



