
તા.17.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા માં આગામી ૧૧ ફે્બ્રુઆરીએ યોજાશે નેશનલ લોક અદાલત

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલી કોર્ટોમાં આગામી તા.૧૧ ફેબ્રુઆરી શનીવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હીના આદેશથી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમા ચેરમેન અને જયુડી. મેજીસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને આ લોક અદાલત યોજાશે.
આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમા ચાલતા ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીયેબલ કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો, બેંક રીકવરી વળતરના કેસો, વાહન અકસ્માતના રિર્પોટવાળા કેસો તથા દરખાસ્તો સહિત કૌટુંબિક તથા લગ્નજીવનને લગતા કેસો, શ્રમયોગી સંબધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઇટ બીલના કેસો (ચોરી સિવાયના કેસો), દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેંક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે








