સુરેન્દ્રનગર નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યુવા સાંસદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

તા.11/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરની શ્રી એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે યુવાનોમાં જાગૃતતા આવે અને સર્વાંગી વિકાસ થાય તે હેતુસર નહેરુ યુવા કેન્દ્ર સંગઠન સુરેન્દ્રનગર દ્વારા યુવા સાંસદ યુથ પાલૉમેન્ટ કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાયૅક્રમમાં ૩૫ વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને સસંદ ભવન ઊભી કરીને પ્રશ્નોતરી કરી ચચૉ વિચારણા તથા ડિબેટ કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો આ કાયૅક્રમમાં કેન્દ્રીયમંત્રી ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા,જીલ્લા યુવા અધિકારી ભુપેન્દ્રભાઈ ગીલ સાહેબ, પ્રિન્સીપાલ ડૉ દિલીપભાઈ વજાણી સાહેબ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જીલ્લા મહામંત્રી હાર્દિકભાઈ દવે અને મોટી સંખ્યામાં વિધાથીર્ઓ તથા સ્ટાફ મિત્રો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ધર્મેશભાઈ રાઠોડ જીગરભાઈ દવે અને એમ.પી.શાહ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક ડૉ. રમેશભાઈ દાવડા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.