MORBIMORBI CITY / TALUKOTANKARA

લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં અકસ્માત થવાનો ભય માર્ગ -મકાન વ્યવહાર ના અધિકારીઓ કેમ ચુપ!!

લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં અકસ્માત થવાનો ભય માર્ગ -મકાન વ્યવહાર ના અધિકારીઓ કેમ ચુપ!!

લજાઈ જડેશ્વર રોડનું હાલ જે વાઇટનીંગ અને રી સરફેસનું કામ ચાલુ છે આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે કારણ કે ઉપરોક્ત કામ બાબતે સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ અને એડવોકેટ અનિલ બાબુલાલ ડાકા દ્વારા માગવામાં આવેલી માહિતી આપવામાં માર્ગ અને મકાન વિભાગ ફાગાઠૈયા કરીને માંડ વિગતો આપી છે. જે દર્શાવે છે કે ઉપરોક્ત કામમાં કાંઈક શંકા પ્રેરે એવો કામ થઈ રહ્યું છે જેમ કે રોડના વાઈડનીંગ કામમાં નિયમ મુજબનું ખોદાણ અને બુરાણ થયેલ નથી બીજું આ રોડ પર મંજૂર થયેલ એક પુલિયાનું કામ પણ શંકા પ્રેરે તેવું છે જેમાં એક મહિના બાદ તિરાડો દેખાવા લાગી છે. જે સામાન્ય રેતી સિમેન્ટથી પૂરી દેવામાં આવી સરકારશ્રીના ટેન્ડરના નિયમો અનુસાર કામ કરતી એજન્સીએ કામ ચાલુ કર્યાના પ્રથમ દિવસે જ કામની બાબતને પ્રસિદ્ધ કરતું બોર્ડ લગાવવાનું હોય છે

 

જે કામના ચાર મહિના થવા છતાં ક્યાંય લગાવેલ નથી એ શું સૂચવે છે તેમજ હડમતીયાના પાદરમાં જે 400 મીટર નો સીસી રોડ કરવામાં આવેલ છે આ રોડની કામગીરીમાં પણ બેદરકારી દાખવવામાં આવેલ છે તેમજ રોડની બંને સાઈડ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવેલ છે જે પ્રોટેક્શન હોલને અંદર લોખંડ જે નાખવામાં આવે છે એ લોખંડની ડિઝાઇન માર્ગ મકાન દ્વારા નક્કી કરવામાં આવે છે જે ડિઝાઇનની અમોએ માહિતી માગતા માહિતી આપવામાં આવેલ નથી તો આ શું સૂચવે છે તંત્ર દ્વારા તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમજ નેતાઓ દ્વારા ઉપરોક્ત રોડ બાબતે આ રોડ પર આવતા ગામોના લોકો તેમજ અન્ય વાહન ચાલકો જે આઠ દસ વર્ષથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા તેવી જ મુશ્કેલી આગામી સમયમાં ભોગવી પડે એવી શંકા પ્રેરાઈ રહી છે ઉપરોક્ત રોડનું કામ ચાલુ છે ત્યારથી અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સેફ્ટી માટેના કોઈપણ પગલાં લેવામાં આવેલ નથી અને આ અંગે અધિકારીઓ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવે છે જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની કઈ બાબત સૂચવે છે સરકાર દ્વારા સારા રોડ રસ્તા બને એ માટે કડક સૂચનાઓ આપવામાં આવે છે

 

પરંતુ એ સૂચના નું પાલન થાય છે કે કેમ તેની કોઈ પણ જાતની તપાસો કરવામાં આવતી ન હોય એવું લાગી રહ્યું છે માટે આ રોડની વિજિલન્સ દ્વારા તપાસ થાય એવું અમે ઇચ્છી રહ્યા છીએ

[wptube id="1252022"]
Back to top button