
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ પીએમ સ્કૂલ જવાહર નવોદય વિધાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં નવોદયમાં અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ખૂબ જ આવકાર આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આવેલ તમામ ભૂતપૂર્વ વિધાર્થીઓએ પોતાના જીવનમાં ભણીગણીને શું મેળવ્યું, વ્યવસાય કે નોકરી મેળવવા કેવા પ્રકારનાં સંઘર્ષ કરવામાં આવ્યાં તેની માહિતી વિધાલયના તમામ વિધાર્થીઓને આપી,અને તમામ વિધાર્થીઓને સખત મહેનત કરી પોતાના જીવનને સુખી બનાવવાની શુભકામના કામના પાઠવી હતી.આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાનાં શિક્ષક એવા મિલિન્દ જામ્રકર એ કર્યું હતુ.આ કાર્યક્રમના અંતે મહેમાન એવા ટોકેકર દ્વારા પધારેલ તમામ વિધાર્થીઓનો અભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જવાહર નવોદય વિધાલયના પ્રાચાર્ય એસ.એસ. રાણે તથા ઉપ પ્રાચર્ય ડી. આર. પાટીલ અને શાળા પરિવારની જહેમતથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો..





