KALOL(Panchamahal)PANCHMAHAL

મણિનગરમાં વૈશાખ સુદ પૂનમ પર્વે શ્રી ઘનશ્યામ મહારાજને કરાયો ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શૃંગાર..

તારીખ ૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન,શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન મ–શ્રી ઘનશ્યામ મહારાજ, મશ્રી હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સદ્ગુરુ સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન-શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી.શ્રી સ્વામિનારાયણ મંદિર,મણિનગરથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર કર્યા હતાં.

[wptube id="1252022"]
Back to top button