
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત દિવડા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું

જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીનાં અધ્યક્ષતામાં ૧૨૩-વિધાનસભા મતદાન વિભાગના મતદાન મથક નંબર-૭૦ દીવડા-૨ માં ગત લોકસભા ચૂંટણીમાં ૫૦%થી ઓછું મતદાન થયેલ હોવાથી ગ્રામ પંચાયત દિવડા ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત ચુનાવ પાઠશાળા નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારી એ જણાવ્યું હતું કે, વધુને વધુ લોકો આ અવસરમાં જોડાઈને પોતે તો મત કરે પણ આજુ બાજુના લોકોને પણ મતદાનના દિવસે મતદાન કરવા જોડે લઈ ને આવે અને યુવા મતદારો પણ ઉત્સાહ સાથે જોડાય.તેમણે નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના આ પર્વને ગર્વભેર ઉજવવા અપીલ કરી હતી તથા BLO, સ્થાનિક આગેવાનો , આશા વર્કરો, તલાટી કમ મંત્રી, મભયો સંચાલકોએ ડોર ટુ ડોર મતદાર જાગૃતિ માટે પ્રચાર/ પ્રસાર કરવા અંગે સમજૂત કર્યા. આ સાથે લોકશાહીના મહત્ત્વને સમજી મતદાન કરવા માટે પ્રેરિત કરવા સંબંધે શપથ લેવડાવી લોકોને જાગૃત કર્યા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ,નિવાસી અધિક કલેકટર , પ્રાંત અધિકારી સંતરામપુર, મામલતદાર કડાણા, તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.









