
વિજાપુર શહેરમાં ગાયત્રી મંદિર વિસ્તાર માંથી અયોધ્યા ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી ના ભાગ રૂપે ભવ્ય રેલી નીકળી
ચક્કર ખત્રીકૂવા વિસ્તાર માંથી શાંતિપૂર્ણ માહોલ માં રેલી પસાર થઈ
પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ ચુસ્ત સફળ બંદોબસ્ત ગોઠવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
અયોધ્યા ખાતે શ્રીરામ ના તૈયાર થયેલા મંદિર માં પ્રાણપ્રતિષ્ઠા ની ઉજવણી ના ભાગ રૂપે વિજાપુર શહેર ના વિસ્તારોમા ભવ્ય રેલી નીકળી હતી આ રેલી ગાયત્રી મંદિર પાસેથી નીકળી જય શ્રીરામ ના નારાઓ સાથે ટીબી સહિત વિવિધ સોસાયટી તેમજ આનંદપુરા ચોકડી ચક્કર ખત્રીકૂવા થઇ મૂળ જગ્યા એ પરત ફરી હતી જ્યાં શ્રીરામ ના જયઘોષ સાથે અયોધ્યા ખાતે થઈ રહેલા શ્રીરામ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સફળ નીવડે તે માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓ એ પ્રાર્થના કરી આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ રાજુભાઇ પટેલ સહીત ઉપસ્થિત રહ્યા હતા ચક્કર ખત્રીકૂવા વિસ્તાર માં પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડા એ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવતા રેલી શાંતીપૂર્ણ માહોલ માં પસાર થઈ હતી રેલી માં 100 થી વધુ ગાડીઓ બગી ગાડી ઉંટ લારી બાઇકો સહિત ના વાહનો મોટી કતાર માં જોડાયા હતા રેલી આનંદપુરા ચોકડી થી ચક્કર વિસ્તાર સુધી લાંબી લાઇન માં પુરુષો યુવકો યુવતીઓ મહિલાઓ બાળકો સહિત આ પાવન અવસર માં જોડાઈ પોતાની શ્રધ્ધા વ્યક્ત કરી હતી આ મુસ્લીમ વિસ્તારોમાં સમાજે સંયમ સાથે સહકાર આપી દેશની એકતા ના દર્શન કરાવ્યા હતા