વાત્સલ્યમ્ સમાચાર ઇફેક્ટ!કાલોલ ના ચલાલી ગોમા નદીના પુલ ના પાયાનું તાત્કાલીક સમારકામ શરૂ કરાયુ

તારીખ ૨૯/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ચલાલી ગામ નજીક આવેલા ગોમા નદી પરનો પુલ કે જેના પાયા ધોવાઈ જતા તેમજ પુલના પાયાના તળીયાના ભાગમાં સિમેન્ટ કોંક્રીટ ખરીને સળિયાઓ બહાર નીકળી જતા અને તળિયેથી પાયો ઉંચકાઈ ગયો હોઈ તેવું સ્પષ્ટ દેખાય રહ્યુ હતુ પુલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતા વધી ગઈ હતી જે અંગે નો અહેવાલ સોશિયલ મીડિયા તેમજ વાત્સલ્યમ્ સમાચારમાં બે અઠવાડિયા પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જ્યાં બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં જ વહીવટી તંત્ર દ્વારા નોંધ લઈને તાત્કાલિક રીતે ધોવાઈ ગયેલા પુલના પાયામાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.ચલાલી, કરોલી, સુલતાનપુરા,સીમલીયા, અડાદરા બારીયા તરફના અનેક ગામોને જોડતા ગોમાનદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલ બન્યા બાદ માત્ર દસેક વર્ષના ટૂંકા ગાળામાં પાયા ધોવાઈ જતા તેમજ સળિયા બહાર દેખાય જતા કામની ગુણવત્તા ઉપર પણ સવાલો ઊભા થયા હતા જ્યાં વાત્સલ્યમ્ સમાચારમાં આ અંગેનાં અહેવાલ પ્રસિદ્ધ થતા તરત જ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાતા સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.