
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની 31મી ઓક્ટોબરનાં રોજ પુણ્યતિથિ આવતી હોય જેથી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સ્વ ઇન્દિરા ગાંધીજીનાં ફોટાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી.તેવીજ રીતે અખંડ ભારતનાં સ્વપ્નદ્રષ્ટા એવા લોખંડી પુરુષ અને પૂર્વ નાયબ વડાપ્રધાન તથા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે પણ પુષ્પહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી,ડાંગ જિલ્લા કૉંગ્રેસ મહિલા મોરચાનાં પ્રમુખ લતાબેન ભોયે,ડાંગ યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર,એસ.ટી.સેલનાં પ્રમુખ હરીશ ચૌધરી, સોશિયલ મીડિયાનાં પ્રમુખ મનીષ મારકણા,સી.પી. ગવળી, સંજય પવાર સહીતનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..
[wptube id="1252022"]





