MORBIMORBI CITY / TALUKO

74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગા ને સલામી આપી પદયાત્રીઓ ધુમ દાદા ધુમ બુખારીના નારા સાથે હઝરત મહેમુદ શાહ પીર ઉરસ મુબારક પ્રસંગે મોરબી થી ભડીયાદ રવાના થશે

74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગા ને સલામી આપી પદયાત્રીઓ ધુમ દાદા ધુમ બુખારીના નારા સાથે હઝરત મહેમુદ શાહ પીર ઉરસ મુબારક પ્રસંગે મોરબી થી ભડીયાદ રવાના થશે

“મોરબી હળવદ ધાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં બહોળી સંખ્યામાં હિંદુ મુસ્લિમ સમાજના એકતાના પ્રતીક ભડીયાદના પીર મહેમુદશાના બુખારી ના ઉરસ પ્રસંગે હાજરી આપશે: જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ બ્લોચ ના આગેવાની હેઠળ મોરબી થી પદયાત્રીઓની મેદની સવારે 9:00 વાગ્યાથી શરૂ થશે”

 


મોરબી જિલ્લાના હળવદ ના આરીફ ભાઈ મહેબૂબભાઈ મકરાણી જેવો ધંધો વ્યવસાય અંતર્ગત મોરબીમાં કર્મભૂમિ જન્મભૂમિ કરી છેલ્લા પંદર વર્ષથી મોરબી શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ સેવા કે પ્રવૃતિ અંતર્ગત જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના મધ્યમથી નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સર્વ સમાજ સેવા ચલાવી રહ્યા છે ત્યારે તેઓએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે કોમી એકતાના આસ્થાના પ્રતીક ગુજરાતના મસૂર ઓલિયા હજરત મહેમુદ શાહ બુખારીના રહેમો કરમતી છેલ્લા પાંચ વર્ષથી મોરબી થી પગપાળા જતી મેદની શરૂ કરી છે અગાઉ તેઓ પણ હળવદ થી મેદીની માં જોડાઈ દાદા ની દુઆ પ્રાપ્ત કરી છે હાલ જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના મધ્યમથી મોરબી શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક પ્રસંગ ગ્રીન ચોક નજીક શીલ્લા મુબારક થી 26 1 2023 ના રોજ રાષ્ટ્રધ્વજનને સલામી આપી પદયાત્રીઓ મેદની શરૂ કરશે જેમાં આશરે 300 થી 400 માણસો આ પદયાત્રીમાં જોડાશે દર વર્ષની જેમ પગ પાળા કરી કોમી એકતાના પ્રતીક આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે એક પણ રૂપિયાનો ફંડ ફાળો કર્યા વગર જાતે સર્વ ખર્ચ આ મેદની માં કરવામાં આવે છે આરીફ ભાઈ તરફથી તેઓના વ્યવસાય મા દાદા મહેમુદ શાહ બુખારી ના દાન પેટી માં પોતાની કમાણીથી મેળવેલ રકમ બાર મહિના સુધી ભેગી કરી દર વર્ષે ઉર્સ મુબારક માટે ભેગી કરી સંપૂર્ણ ખર્ચ ફંડ ફાળા વગર કરવામાં આવે છે જેથી દાદા મહેમુદ સા બુખારીના ચાહકોની મેદની માં પદયાત્રીઓમાં વધુમાં વધુ મોરબી વાંકાનેર હળવદ ધાંગધ્રા સુરેન્દ્રનગર થી સમગ્ર ગુજરાતમાં ઉર્સ મુબારક પ્રસંગે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ બહોળી સંખ્યામાં ધંધુકા ભડીયાદ શહેનશાહ હજરત મહેમુદ શાહ બુખારીના દર્શન દીદાર માટે જનમેદની ઉમટી પડે છે જ્યાં સૌપ્રથમ દલિત સમાજનું નિશાન ચડે છે ત્યારબાદ વિવિધ સમાજના નિશાન ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે જેથી હજરત મહેમુદ શાહ બુખારી ગુજરાતના મસૂર ઓલિયા થી જાણીતા છે સમગ્ર ગુજરાતના શ્રદ્ધાળુઓ આસ્થાના પ્રતીક મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમદાવાદ વિરમગામ ભાવનગર આણંદ સુરત વડોદરા વગેરે શહેર જિલ્લા માંથી હાજરી આપી આ ઉરસ મુબારક પ્રસંગે આવતા હોય છે તેમ મોરબી થી પગપાળા જતા પદયાત્રીઓના સંચાલક જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ બલોચે એક મુલાકાતમાં જણાવ્યું છે જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button