પટોસણ હાઇસ્કુલમાં તેજસ્વી તારલાઓનું સન્માન અને ધોરણ 10/ 12 નો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો

3 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના પટોસણ ગામની માતુશ્રી જે.આર.વિદ્યાલય,પટોસણમાં યોજાયેલા ઈનામી અને દીક્ષાંત કાર્યક્રમમાં ઇનામી દાતાશ્રી હર્ષ મફતલાલ ફોસી , મફતલાલ કે. ફોસી ઉપરાંત જિલ્લા શિક્ષણ કચેરીના E.I. શ્રી પિયુષભાઈ પટેલ, પ્રમુખ શ્રી જાલમભાઈ અટોસ તેમજ કેળવણી મંડળના સભ્યો, વાલી મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી હતી. અભિનય પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા મહેમાનોને વધાવ્યા હતા. પ્રમુખશ્રી જાલમભાઈ અટોસ,આચાર્યશ્રી રમેશભાઈ પટેલ, શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ વિદ્યાર્થીની બહેનોએ કુમ કુમ તિલક અને ઇનામ દ્વારા વિદ્યાર્થીઓને વધાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલબેન બારોટ અને શ્રી ડી.એફ.ચૌધરીએ કર્યું હતું. સફળ કાર્યક્રમથી સૌના મોઢા પર હર્ષની લાગણી વ્યક્ત થઇ હતી.







