

11 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
તા.11 ફેબ્રુઆરી રવિવાર ના રોજ શ્રી એલ.વી. નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટા, તા.ડીસા જી.બનાસકાંઠા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત (N.S.S.) સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ના ખ્યાતનામ ડૉક્ટરો એ આજુ-બાજુના ૮(આઠ) થી ૧૦(દસ) ગામના ગ્રામજનો થઈ ૫૫૦ થી વધારે લાભાર્થીઓને પોતાની સેવાનો લાભ આપ્યો હતો, જેમાં બી.પી, ડાયાબિટીસ, હાડકા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ત્રી રોગ, પથરી, એપેન્ડિક્સ આંતરડા, કાન, નાક ગળાના, બાળકોના, દાંતના, આંખના, ચામડીના રોગના ૯(નવ) નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. N.S.S. યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમૌ મોટા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ શ્રી અમૃતભાઈ દવે,શ્રી જયંતીભાઈ રાજગોરે વિશેષ યોગદાન અને માર્ગદર્શન આપ્યું હતું સાથે શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમૌ મોટા દ્વારા જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી, આ કાર્યક્રમ સફળ બનાવવા ગ્રામ જનો તેમજ આસપાસ ના ગામ લોકોએ પણ સહયોગ કર્યો હતો અને છેલ્લે સૌ સાથે મળી ભોજન લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.







