
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી કેળવણીનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે ગ્રામસેવા મંડળ વાંસદા. તેમના દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમશાળા ઉપસળ ખાતે ૪૪ માં સ્થાપના દિનની ઉજવણી નિવૃત્ત કલેક્ટર (IAS) શ્રી મગનભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, ભૂતપુર્વ વિદ્યાર્થીઓ તેમજ દાન આપનાર દાતાઓશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.
ઉપસળ આશ્રમશાળાની સ્થાપના ૦૧/૦૨/૧૯૮૦ માં રોજ થઈ હતી જે આજે પોતાના ૪૪ મા મંગલ પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત ગ્રામસેવા મંડળના પ્રમુખશ્રી રાકેશભાઈ ચૌધરી ઉપપ્રમુખશ્રી વિજયભાઈ માહલા મંત્રીશ્રી પ્રકાશભાઈ ગામીત તથા ટ્રસ્ટીઓ મંડળના સભ્યો તેમજ કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન લીલાબેન બટુકભાઈ પટોલીયા, અતિથિ વિશેષ શ્રી સુનિલભાઈ આર.પટેલ અધિક તિજોરી અધિકારી, દીપેશભાઈ બી.પટેલ (હરિયાળી ગૃપ ટ્રસ્ટ બીલીમોરા) બાબુભાઈ એચ.પટેલ (જાયન્ટ ગૃપ) સાથે ઉપસ્થિત સન્માનીય દાતાઓમાં ધર્મેન્દ્રભાઈ રેવાવાલા અને એમના સાથીઓ સુરત સાથે કર્મયોગી ટીમ લક્ષ્મણભાઈ મોરડિયા,મહેશ ખૈની, અશોકભાઈ અણધણ તેમજ જશોદા નરોત્તમ ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુરના દિગંતભાઈ મહેતા, સુનિલભાઈ ભોયા, શૈલેષભાઈ પટેલ તેમજ વાંસદા તાલુકાના પ્રકૃતિના ઉપાસક અને કુકણા સમાજ વાંસદાના બાબુકાકા ખાસ ઉપસ્થિત રહયા હતાં.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી સ્વાગત પ્રવચન આચાર્ય પ્રતિકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખશ્રી રાકેશભાઈએ સંસ્થા અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું સંસ્થાના ઉપપ્રમુખ વિજય માહલા દ્વારા તમામને આવકારી સંસ્થાના મિશન વિઝન અને મૂલ્યોની જાળવણી તેમજ શિક્ષણનું અનેરું મહત્વ સારા સમાજના નિર્માણ માટે કેટલું જરૂરી છે તે ઉત્તમ દૃષ્ટાંતો દ્વારા વિશેષ ભાર આપી પ્રેરક ઉદબોધન કર્યું હતું. સાથે આ પ્રસંગે ઉપસળ ખાતે વિદ્યાર્થી બાળકો માટે આવાસ પરિસર “ તપસ્વિની હોલ “માં જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું તે કર્મયોગ શાળા અને મહાદેવ ગ્રુપ નવસારીકે જેઓ હાજર ના હોવા છતાં એમણે કાર્યક્રમને દીપાવવા ખૂબ મદદ કરી અને સાથે એમણે એમના આશીર્વાદ સંસ્થા અને બાળકો માટે શુભેચ્છા પત્ર દ્વારા આપ્યા જેમાં એમણે બાળકો હાલના આધુનિક ભણતરની સાથે સનાતન સત્યના સિદ્ધાંતો, જીવન જીવવાની કળા મેળવી પોતાની બૌધ્ધિક ક્ષમતા વિકસાવી પોતાના માટે, કુટુંબ માટે, સમાજ અને દેશ માટે આશીર્વાદ રૂપ બને એવા આશીર્વચન પાઠવી પોતાની લાગણી દર્શાવી તેનું વાંચન પણ કર્યું સાથે મંડળના વરિષ્ઠ અનુપસિંહ સોલંકી તેમજ રામભાઇએ ભૂતકાળને વગોળ્યું અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓમાં પ્રાર્થના,સ્વાગત ગીત, દેશભકિત ગીત, આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બાળકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે માઉન્ટનિયર ભોવાન રાઠોડ ડાંગ ની વિશેષ ઉપસ્થિતી સૌને માટે પ્રેરણારૂપ રહી હતી. આ કાર્યક્રમમાં ભૂતપુર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓનું પુષ્પગુચ્છ અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ શિલ્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. જેમાં મંડળને તેમજ આશ્રમશાળા ને ખાસ ગૌરવ અપાવનાર બોપી આશ્રમશાળાની વિદ્યાર્થિની દક્ષાબેન મંગળભાઈ ચૌધરી એ કુગ્કુંમાં મેળવેલ સિધ્ધિ ૮ મી વિશ્વકપ તાઈ-ચી છવાન ચેમ્પિયનશિપ તાઇવાન અને કુરેલિયા આશ્રમશાળાની ૮ માં ધોરણની વિદ્યાર્થિની રિયાંશી સંજયભાઈ જાદવ જે બાળ કવિ તરીકે રાજ્યકક્ષાએ ભાગ લઈ પોતાનું, પરિવારનું અને શાળા તેમજ મંડળનું નામ રોશન કર્યું હતું. સાથે સાથે રમતગમત ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ભૂતપુર્વ વિદ્યાર્થીઓમાં શંકરભાઈ બાબુભાઈ ગાયકવાડ અને દીપકભાઈ રમણભાઈ ગાંવિત કે જેમને ભૂતકાળના સંસ્મરણોને તાજા કરી શિક્ષણની મહત્વતાને ઉજાગર કરી.મંડળના ઉપપ્રમુખ વિજય માહલાએ હદયના અંતરમનથી તમામનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહૂતિ રાષ્ટ્રગાન દ્વારા કરી હતી.









