બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા મથકે થી પુરવઠા વિભાગ એ લાખો રૂપિયાનો ગેરકાયદેસર લઈ જવા તો અનાજનો ઝથ્થો ઝડપ્યો

2 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો આદીવાસીઅ ને પછાત વિસ્તાર માનવામાં આવે છે જ્યાં અનેક વખત સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ સગેવગે થતો હોવાની બુમરાડ ઊઠતી રહી છે જે બાબતે ધ્યાનમાં લઈને જીલ્લો પુરવઠા અધિકારી કિરીટભાઈ ચૌધરીને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી દાંતાના સરકારી માલ ગોડાઉન વિસ્તારમાંથી ચોખાના ભરેલી પાંચ જેટલી ગાડીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે, જોકે આ પાંચ ગાડીઓમાં અંદાજે 30 ટન ચોખા નો માલ ભરેલો હતો તે તમામ માલ સીઝ કરી દેવાયો છે. જે અંદાજે રૂપિયા 30 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આ મામલે દાંતાના વારીસ પઠાણના નામના ઇસમ આ માલ સગેવગે કરતા હોવાનુ મારે ચર્ચાસ્પદ બન્યું છે, ને અગાઉ પણ રતનપુર વિસ્તારમાંથી આ જ વ્યક્તિનો સસ્તા અનાજ ની દુકાન નો ગેરકાયદેસર માલનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ફરી તેનું નામ ખુલે તેવી શક્યતાઓ જોવામલી રહી છે દાંતા તાલુકા વિસ્તારમાં દુકાનનો કાળો કારોબાર લાંબા સમયથી ચાલતા હોવાનું ચર્ચા રહ્યું છે ત્યારે આ જથ્થો ઝડપાતા જિલ્લા કલેકટર વરુણ બરનવાલએ પણ સખ્ત કાર્યવાહી કરવા અને આ માલ આગળ ક્યા લઈ જવાતો હતો ને કોના દ્વારા લઈ જવા હતો અને શા માટે લઈ જવા તો હતો આજ તમામ પ્રક્રિયા તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી થાય તેવા સૂચનો કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે ,પ્રાથમિક તબક્કે જાણવા મળતી માહિતી મુજબ આજનો આ જથ્થો ગાંધીધામ લઈ જતા હોવાનું જાણવા મળેલ છે ને આ માલ ગાંધીધામ પહોંચે તે પહેલા જ જિલ્લા પુરવઠા અધિકારીએ આ માલને પકડી પાડવામાં સફળતા મળી હતી.આ માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.