DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં હાલ ચાલી સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન હેઠળ સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે ક્રિકેટનું આયોજન કરાયું

તા.૦૨.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં હાલ ચાલી સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન હેઠળ સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે ક્રિકેટનું આયોજન કરાયું

દાહોદ : દાહોદ જિલ્લામાં હાલ ચાલી રહેલા સ્પર્શ રક્તપિત જન જાગૃતિ અભિયાન અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના સફળ માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ સ્ટેડિયમ દાહોદ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું

આ ક્રિક્રેટ મેચ રક્તપિત કચેરીની ટીમ અને ટીબીની ટીમ વચ્ચે બે મેચ યોજવામાં આવી હતી જેમાં બંને ટીમ એક એક મેચ જીતી હતી. જેથી કરીને યોગ્ય નિર્ણય માટે સુપર ઓવર રમાડવામાં આવી હતી, જેમાં ટીબીની ટીમ વિજેતા થઈ હતી.વિજેતા થયેલ ટીમને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આમ, આ ક્રિકેટ મેચ દરમ્યાન તમામ સ્ટાફે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવાનો ઉત્સાહ રમત મેદાનમાં પણ સ્ફૂર્તિદાયક રહ્યો

[wptube id="1252022"]
Back to top button