થરાદ તાલુકાની નારોલી પ્રા.કે.શાળા ખો-ખો અંડર-૧૪ ભાઈઓ રમતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – નારોલી
ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત નારોલી પ્રા.કે.શાળા ની ખો-ખો ની ટીમ ભાઈઓ અન્ડર ૧૪ તાલુકા કક્ષાએ ચેમ્પિયન બની હતી. તે સ્પર્ધા ૧૨/૦૧/૨૦૨૪ ના રોજ ભોરડું મુકામે યોજાઇ હતી.તેમજ ૨૭/૦૧/૨૦૨૪ ના રોજ મહારાણા પ્રતાપ વિદ્યાલય ડીસા ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં નારોલી પ્રાથમિક શાળાની અંડર-૧૪ ભાઇયો ની ટીમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર થરાદ તાલુકાનું તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું.જ્યારે આગામી સમયમાં આ ટીમ ઝોન કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.તેમાં કોચ તરીકે બરંડા ભાવેશ કુમાર જીવણભાઈ તેમજ પટેલ આંબાભાઈ દલાભાઈ એ ઉત્કૃષ્ટ કામગીરી કરી આ બાળકોને તાલુકા કક્ષાએ એક ખેલાડી દીઠ હજાર રૂપિયા એમ કુલ ૧૨ ખેલાડીઓના ૧૨૦૦૦ રૂપિયા ઇનામ પ્રાપ્ત કર્યું હતું.તેમજ જિલ્લા કક્ષાએ એક ખેલાડી ના ૩૦૦૦ રૂપિયા એમ કુલ ૧૨ ખેલાડીઓના કુલ ૩૬૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.જ્યારે નારોલી પ્રા.કે શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ ગૌરવની લાગણી અનુભવે છે.









