જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જૂની રમતોનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પરંપરાગત રમતોની સ્પૃધા આયોજન કરવાની યોજના અમલમાં છે. આ યોજનામાં જર્ની રમતો જેવી કે દોરડા કુદ(જમ્પરોપ), સાતોલીયુ(લગોરી) લંગડી, માટીનીકુસ્તી, કલરીપટ્ટુ જેવી રમતો ભુલાઇ ના જાય અને પ્રવર્તમાન સમયમાં બાળકો મોબાઇલ પર ગેઈમ રમતા હોય જેનાથી નુકશાન થતુ હોવાની જાણકારી હોવા છતાં વાલીઓ દ્વારા બાળકોને મોબાઇલ આપે છે આ મોબાઇલની રમતોથી બાળકોને ગ્રાઉન્ડની રમતો તર. વાળવા હોય તો તેમને દેશી રમતો રમતા થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકી છે. સાતોલીયુ(લગોરી), કલરીપ્ટ, દોરડાકુદ(જમ્પરોપ) લંગડી અને માટીની કુસ્તી જેવી પાંચ રમતોનું જૂનાગઢ જિલ્લામાં આયોજન કરવામાં આવનાર છે.સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ૧૯ વર્ષથી નીચેની છવય જુથના ભાઇ બહેનો ખેલાડીઓએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢખાતેથી જૂનાગઢ ગ્રામ્ય અને શહેર સ્પર્ધાનાં ફોર્મ મેળવી વિગતો ભરીને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીમાં પરત કરવાનાં રહેશે. ભાગ લેનાર ખેલાડીઓની એન્ટ્રીનાં આધારે કાર્યક્રમોની તારીખ અને સ્થળની જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ગાંધીગ્રામ જૂનાગઢનો રૂબરૂમાં અથવા મોબાઇલ નંબર ૭૮૫૯૯૪૬૯૮૪ ઊપર સંપર્ક સાધી જાણકારી હાંસલ કરી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.





