WANKANER:વાંકાનેરના તીથવા ગામે જમણવારના આમંત્રણ ન આપતા બબાલ યુવક ઉપર બે શખ્સોનો હુમલો

વાંકાનેરના તીથવા ગામે જમણવારના આમંત્રણ ન આપતા બબાલ યુવક ઉપર બે શખ્સોનો હુમલો
વાંકાનેરના તીથવા ગામે માતાજીના પ્રસંગ નિમિતે જમણવાર રાખેલ હોય જેમાં બાજુની વાડી-પાડોશીને જમણવારનું આમંત્રણ ન આપતા આરોપીએ ફોન કરી ગાળો દઈ પોતાના ઘરે બોલાવી યુવક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવકને નાકના ભાગે અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા હાલ યુવકના પિતા દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના તીથવા લાલશાનગર ધારે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ મેસરીયા ઉવ. ૪૪ એ આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ આઘારા તથા ગોવિંદભાઈ કાનાભાઈ આઘારા રહે.બન્ને તીથવા કુબા વિસ્તાર તા.વાંકાનેર જી.મોરબી સામે ફરિયાદ નોંધાવી કે રમેશભાઈએ માતાજીના જમણવારના પ્રસંગમા આરોપીઓને આમત્રણ આપેલ ન હોય જેનુ મન દુખ રાખી આરોપી ભરત ગોંવિદભાઈએ ફરીયાદીને ફોનમા ભુંડાબોલી ગાળો આપતા રમેશભાઈના દીકરા રોનક રમેશભાઈએ આરોપીના ઘરે જઈ વાતચીત કરતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી ભરત અઘારાએ લોંખડના પાઈપ વતી રોનકને નાકના ભાગે તથા કપાળના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજાઓ પોહચાડી તેમજ આરોપી ગોંવિદ કાનાભાઈએ રોનકને લોંખડના પાઈપ વતી જમણા હાથમા મુઢ ઈજા પોહચાડી બન્ને આરોપીઓએ રમેશભાઈ તથા તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજીબાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ વાંકાનેર ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરેલ છે. જ્યાં ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવકની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ રમેશભાઈ મેસરીયાએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુક પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.








