
તા.૨૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ફેબ્રુઆરી મહિનાનો જીલ્લા સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત આજે કુલ ૧૫ પ્રશ્નો આવેલ હતા. આ કાર્યક્રમમાં વારાફરતી અરજદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. આ પ્રશ્નો અંગે કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ તેમજ વરિષ્ઠ અધિકારીઓએ સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લઈ પ્રશ્નોના નિવારણ કરવા માટે તાકીદ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેકટર શ્રી કે. બી. ઠક્કર, પ્રાંત અધિકારશ્રી કે.જી. ચૌધરી, એસ.પી. શ્રી જયપાલ સિંહ રાઠૌર તેમજ તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.








