GUJARATMAHISAGARSANTRAMPUR

વોટ્સેપ આશીર્વાદ સાહિત્ય મંડળી એ બીજી વર્ષગાંઠ માનગઢ મુકામે ઉજવી

રિપોર્ટર… .

અમીન કોઠારી = મહીસાગર

” વોટસેપ આસ્વાદ સાહિત્ય મંડળીએ બીજી વષઁગાંઠ માનગઢ મુકામે ઊજવી.”

 

 

વોટસેપ આસ્વાદ સાહિત્ય મંડળીએ પ્રથમ વષઁગાંઠ કલેશ્વરી મુકામે ઊજવી હતી. અને બીજી વષઁગાંઠ ગુજરાત અને રાજસ્થાન બોર્ડરે આવેલ સુંદર પ્રાકૃતિક તેમજ ઐતિહાસિક બંન્ને રાજ્યના કુદરતી સૌંદર્ય મઢ્યા માનગઢમાં સંતરામપુરના કવિ,લેખક, પત્રકાર મહેન્દ્ર ભાટિયાના ભાવપૂર્વક આતિથ્ય માં ઊજવવામાં આવ્યો.

વડોદરાથી એમ.એસ યુનિવર્સિટીના ડૉ. નિતા ભગત અને કુલદીપ દેસાઈની રાહબરીથી ટ્રાવેલ્સમાં આસ્વાદ મંડળીના સૌ મિત્રો અને લુણાવાડાથી પદ્મશ્રી પ્રવિણ દરજી અને તેમનાં ધમઁપત્ની તેમની ગાડીમાં સંતરામપુર આવેલ.

મહેન્દ્ર ભાટિયા તેમને આવકારવા હરસિધ્ધી મંદીર ગયેલ. સૌએ હરસિધ્ધી
મંદિરનાં દશઁન કયાઁ. ત્યાંથી જુનાતળાવ સ્વયંભૂ શિવમંદિરે દશઁન કરી, સંતરામપુર રજવાડી તળાવબંગલાની કુદરતી સુંદર ખીલુ…ખીલુ કરતી સૌંદર્યતા નિહાળવા મહારાજાશ્રીને મહેન્દ્ર ભાટિયાએ વિનંતી કરતાં મહારાજાશ્રીએ પરમિશન આપતાં, આસ્વાદ સાહિત્ય મંડળીએ ત્યાંની અતી સુંદર રમણીયતાનો અત્યંત આનંદ માણી, મહારાજાશ્રીનો ખૂબ…ખૂબ આભાર વ્યક્ત કયોઁ હતો.

ત્યાંથી મહેન્દ્ર ભાટિયાના નિવસ્થાને સૌનું ગુલાબ પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું.

” માનગઢના સ્વાતંત્ર્ય સેનાની ક્રાંતિકારી સંત ગૌરુગોવિંદની જીવન ઝરમર ” નો મહેન્દ્ર ભાટિયાનો “ગુજરાત જનઁલ” માં પ્રકાશિત લેખની પ્રત સૌને અપઁણ કરવામાં આવી. ચા નસ્તો કરી સૌ માનગઢ પહોંચી, ત્યાં જમણ કરી આસ્વાદ સાહિત્ય મંડળીના સૌએ મહેન્દ્ર ભાટિયા અને તેમનાં ધમઁપત્નીને મોમેન્ટ અપઁણ કરી, માનગઢનું રસપાન કરીને, રાજસ્થાન સ્થિત ગુરૂ ગોવિંદ સ્મારક જઈ વષઁભર ઓનલાઈન સાહિત્ય વક્તવ્યોની ” આસ્વાદ ” પુસ્તિકા સવવઁને અપઁણ કરવામાં આવી. ત્યારબાદ સાહિત્યની ચર્ચા પદ્મશ્રી પ્રવિણ દરજીના સાનિધ્યમાં કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સંતરામપુર પરત આવી આવજો, બાય, કહી છુટા પડ્યા. આ પ્રવાસ સૌને ચિરસ્મરણિય રહેશે.

[wptube id="1252022"]
Back to top button