GUJARATNANDODNARMADA

નર્મદાના આમલેથા વિસ્તારની સીમમાંથી થયેલ ચોરીના આરોપીઓને ઝડપી પાડી પાંચ ચોરીઓ ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા.

નર્મદાના આમલેથા વિસ્તારની સીમમાંથી થયેલ ચોરીના આરોપીઓને ઝડપી પાડી પાંચ ચોરીઓ ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા.

 

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

એલ.સી.બી. નર્મદાની ટીમ આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમો માંથી સોલાર ઝાટકા મશીન, બેટરીઓ તથા સોલાર પ્લેટની ચોરીઓ થયેલ જે ચોરીના કામનો આરોપીઓ (૧) જગદિશ ચંપકભાઇ વસાવા રહે. છટવાડા વડફળીયુ તા.નાંદોદ જી.નર્મદા (૨) અક્ષય સુરેશભાઇ વસાવા રહે. અક્કુવાડા તા.નાંદોદ જી.નર્મદાનાએ કરી હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમના માણસો સાથે ઉપરોક્ત બન્ને આરોપીઓને ઝડપી પાડી પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી આપતા હોય આ બન્ને આરોપીઓ શંકાસ્પદ લાગતા વિશેષ પુછપરછ કરતાં તેઓએ પાટણા, અફુવાડા, તથા વાધોડીયા ગામેના ખેતરમાંથી સોલાર ઝાટકા મશીનની ચોરી કરેલ હોવાનું જણાવતા હોય અને સદર ચોરીનો મુદ્દામાલ છટવાડા ગામે રહેતા જગદિશના ખેતરમાંથી ઝાટકા મશીન નંગ-૨, સોલાર પ્લેટ નંગ-૮, બેટરી નંગ-૭ તથા કોદાડી નંગ-૧ મળી કુલ કિ.રૂ. ૨૩,૬૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી આમલેથા પો.સ્ટે. વિસ્તાની કુલ પાંચ અનડીટેક્ટ ચોરીઓ ડીટેકટ કરી આરોપીઓને અટક કરી મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ અર્થે આમલેથા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા

[wptube id="1252022"]
Back to top button