સંજેલી ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકે નાના કાળિયા પ્રા. શાળાના શિક્ષકને એવોર્ડ મળતા ખૂબ ખૂબ અભિનંદન

તા.૨૭.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકે નાના કાળિયા પ્રા. શાળાના શિક્ષકને એવોર્ડ મળતા ખૂબ ખૂબ અભિનંદન
દાહોદ જિલ્લાના જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંજેલી ખાતે ડૉ.કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં ભવ્ય રીતે સંજેલી તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. આમ ૭૫ માં પ્રજાસતાક દિન નિમિતે સંજેલી તાલુકાના ગરાડિયા પે સેન્ટરની ડોકી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પટેલ રોહિત નવીનભાઇ ની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે માનનીય શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર -સાહેબ ના હસ્તે પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જે અંતર્ગત ડોકી નાના કાળિયા શાળા પરિવાર હર્ષ અને લાગણી અનુભવે છે. સાથે સાથે સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા એ હજુ પણ સફળતાના શિખરો સર કરો એવી શુભેચ્છા પાઠવી હતી. આમ નાના કાળિયા પ્રા. શાળાના શ્રેષ્ઠ શિક્ષક રોહિત નવીનભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.









