
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે બાલિકાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેજસ્વીની પંચાયત કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો
મહિલાઓ પગભર બને તે રાજ્ય સરકાર દ્વારા અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે – જિલ્લા પંચાયત ઉપપ્રમુખ

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાટ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયા અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેજસ્વીની પંચાયત કાર્યક્રમ બાલિકાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાંટએ જણાવ્યું કે, મહિલાઓ પગભર બને તે રાજ્ય સરકાર દ્વારા અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. આજે આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, આજે દીકરીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર બનીને ગામ, જિલ્લા, દેશને ચલાવી રહી છે.
રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયત અંતર્ગત બાલિકાઓ દ્વારા સામાન્યસભા યોજી હતી. જેમાં દીકરીઓના જન્મ અને શિક્ષણ, દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ ( નારીશક્તિ વંદન બિલ અને મતદાન જાગૃતિ અભિયાન, ૩૩% મહિલા અનામત), આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીઓના હક્ક અધિકાર, સામજિક દુષણો વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં રાષ્ટ્રીય કક્ષામાં રમત-ગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે સિધ્ધી મેળવેલ દિકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વહાલી દીકરી વધામણા કીટ વિતરણ અને વહાલી દીકરી મંજુરી હુકમ અને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતાં.









