
તા.૨૪.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કન્ઝ્યુમર ક્લબ સંકલન એજન્સી ની મિટિંગ યોજવામાં આવી
આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2024 નારોજ દાહોદ શહેરની શ્રી જી.પી. ધાનકા માધ્યમિક શાળા ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દાહોદ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ચાલતા કન્ઝ્યુમર ક્લબ સંકલન એજન્સી મીટીંગમાં માધ્યમિક શાળાના આચાર્યશ્રી બાલકૃષ્ણ ચાંપા, ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રીશ્રી સાબીરભાઈ શેખ, ઉચ્ચતર ઉત્તર બુનીયાદી આશ્રમશાળા નગરાળા ના આચાર્યશ્રી કમલેશભાઈ સુથાર, ગુર્જર ભારતી બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો. જીતેન્દ્ર પંચાલ તથા ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યાલય ઇન્ચાર્જ લક્ષ્મણભાઈ ભાટીયાએ મિટિંગમાં હાજરી આપી હતી. દાહોદ જિલ્લાની જુદીજુદી માધ્યમિક શાળાઓથી આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કમલેશભાઈ સુથારે સાઇબર ક્રાઇમ વિશે મિટિંગમાં સમજૂતી આપી હતી. ગ્રાહક સાથે જુદા જુદા કિસ્સાઓમાં સાયબર રોડ ફ્રોડ કેવી રીતે થાય છે. તેનાથી સાવચેત રહેવા માહીતી આપી હતી. જીતેન્દ્રભાઈ પંચાલે ઓનલાઇન ખરીદીમાં છેતરામણીના કિસ્સામાં તકેદારી રાખવા જણાવ્યું હતું . મંત્રી શ્રી સાબીરભાઈ શેખે દાહોદ જિલ્લામાં તાજેતરમાં થયેલ સાયબર ક્રાઇમની વિગતો આપી, તમામને ગ્રાહક તરીકે જાગૃત થવા ખાસ અપીલ કરી હતી. ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી આચાર્યઓને ગ્રાહક જાગૃતિની પ્રવૃત્તિઓ કરવા માટે અનુદાનની રકમના ચેક શાળાઓને આપવામાં આવ્યા. કન્ઝ્યુમર ક્લબ તરફથી ગ્રાહક જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા જણાવવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાઓને ગ્રાહક જાગૃતિ પ્રચાર પ્રસારના હેન્ડબીલ તેમજ પોસ્ટર આપવામાં આવ્યા હતા. મોટીસંખ્યામાં માધ્યમિક શાળાના આચાર્યોએ ગ્રાહક જાગૃતિ અભિયાનને આવકાર આપ્યો હતો









