DAHODGUJARAT

દાહોદ ના શાળામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થિની ને ડર લગતા પરિવાર સુઘી પહોચાડતા અભયમ દાહોદ

તા.૨૩.૦૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના શાળામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થિની ને ડર લગતા પરિવાર સુઘી પહોચાડતા અભયમ દાહોદ

દાહોદ થી એક ત્રાહિત વ્યક્તિ એ મદદ કરવાની ભાવના થી ૧૮૧મહિલા હેલ્પ લાઇન માં કોલ કરેલ કે એક વિદ્યાર્થિની બહાર બેસી રહેલ જેને સમજાવી ઘરે બેસાડેલા છે તો પરિવાર સુઘી પહોચાડવા અભયમ ની મદદ લેવામાં આવી હતી જેથી દાહોદ અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોચી ડરી ગયેલા વિદ્યાર્થીની ને આશ્વાસન આપી પરિવાર સુઘી પહોંચાડી હતી.
મળતી માહીતી મૂજબ શાળા માં અભ્યાસ કરતી ૧૫વર્ષ ની વિદ્યાર્થિની વર્ગ માં જવાને બદલે બોય ફ્રેન્ડ સાથે બહાર ફરવા ગયેલા જેની જાણ તેણી ની મ્મમી ને થતાં તે ઘેર જવાને બદલે બહાર ભાગી જવાનું વિચારતા હતાં જેમાં એક ત્રાહિત વ્યકિત એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં જાણ કરતા અભયમ રેસક્યું ટીમ દાહોદ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીની ને આશ્વાસન આપી વિદ્યાર્થી અવસ્થામાં કેરિયર પ્રત્યે ધ્યાન આપવુ જોઈએ. પરિવાર ને પણ આ ભૂલ માફ કરી કોઈ પણ ઠપકો ના આપવા જણાવેલ આમ સગીરા ને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button