BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી માં જે.સી. ટી ગૃપ સંચાલિત માય શાનેન સ્કૂલ ખાતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી ઘરે ઘરે માટી ના દીવા અને અક્ષત આપી…

સમગ્ર દેશ અયોધ્યા માં થનાર રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે જે.સી. ટી ગૃપ સંચાલિત માય શાનેન સ્કૂલ,બોડેલી ખાતે પણ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી ઘરે ઘરે માટી ના દીવા અને અક્ષત આપી બધાને શુભેચ્છા આપી, તેમજ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા આસોપાલવ ના તોરણ બનાવી, રંગોળી પાડી અને ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં જે.સી. ટી ગૃપ ચેરમેન, શાળાના ટ્રસ્ટી તેમજ તેમનો પરિવાર, શાળાના બને માધ્યમ ના આચાર્યો , શિક્ષકગણ હાજર રહ્યા હતા. અંતે ભગવાન શ્રીરામ ની આરતી કરી બધા છૂટા પડયા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









