
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
કલરવ વિદ્યામંદિર લુણાવાડા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અનુસંધાને શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આયોજીત કરવામાં આવી. ભગવાન શ્રી રામ, સીતા માતા, ભક્ત શ્રી હનુમાનજી વેશભૂષા સાથે નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો . શાળાના આચાર્ય દ્વારા બાળકોમા મૂલ્ય વિકસિત થાય તે માટે રામાયણ,રામ ચરિત માનસ જેવા ગ્રંથો નું ગૃહસભામા વાંચન થાય વાલી રામ ના પ્રસંગો બાળક ને કહે તે વાત પર ભારણ મૂકવામાં આવ્યું. શાળાના સંચાલક અરવિંદ પટેલ અને તમામ વાલીમિત્રો વિદ્યાર્થી, શિક્ષક મિત્રો, આચાર્યએ મળીને ભગવાન શ્રી રામની આરતી ઉતારી હનુમાન ચાલીસા ના પાઠ સાથે કાર્યક્રમ સપન્ન કરવામાં આવ્યો
[wptube id="1252022"]