
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધા નું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મહીસાગર.
એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન કરવામાં આવેલ કે આશરે 80 વર્ષીય આસપાસની ઉંમરના વૃદ્ધા મળી આવેલ છે અને તેઓ ઠંડીમાં ધ્રુજી રહ્યા છે તે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ 181 ટીમ વૃદ્ધા સુધી પહોંચેલ તે સજ્જન વ્યક્તિએ જણાવેલ કે વૃદ્ધા એકલા છે અને તેઓ રસ્તો ભૂલી ગયા લાગે છે ત્યારબાદ અભયમ ટીમ દ્વારા સૌ પ્રથમ તેમને સાંત્વના આપી સલાહ સૂચન માર્ગદર્શન આપી સરળતાપૂર્વક કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ પોતાની દીકરીના ઘરે જતા હતા અને રસ્તો ભૂલી જતાં તેઓ અટવાઈ ગયા અને અન્ય વિસ્તારમાં આવી પહોંચ્યા હતા તેઓ પોતાનું નામ સરનામું જણાવતા હોવાથી તેમને પરિવાર સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. અને ઠંડી સામે તેમનું રક્ષણ મળી રહ્યું હતું. તથા તેમના પરિવારને સમજાવેલ કે વૃદ્ધને એકલા કોઈ પણ જગ્યાએ જવા દેવા નહીં. આ ઉંમરમાં એમને કોઈ પણ જગ્યાએ જવું હોય તો એક વ્યક્તિએ ફરજિયાત સાથે જવું. આથી પરિવાર ના સભ્યો એ 181 ટીમ નો આભાર માન્યો હતો.