
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો મેળવીને રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. ત્યારે હવે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા ભાજપના સંગઠનમાં વિવિધ મોરચામાં હોદ્દેદારો નિમવામાં આવ્યા હતા .દિયોદર વિધાનસભા ધારાસભ્ય કેસાજી ચોહાણ અને બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા અને ભીલડી મંડળ પ્રમુખ અને મહામંત્રી દ્વારા ભીલડી ભાજપના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે.જેમા ઉપ.પ્રમુખ તરીકે ભુરાજી વાધેલા બલોધર અને મહામંત્રી તરીકે દિપકજી જોરાજી ઠાકોર ભીલડી વરણી કરવામાં આવતા ઠેરઠેર આવકાર રહ્યો છે. ડીસા તાલુકાના બલોધર ગામના ભુરાજી ચેલાજી વાધેલા અને દિપકજી ઠાકોર ભીલડી યુવાના માર્ગદર્શક અને હંમેશા લોકોની સેવામાં હંમેશા હાજર રાજકીય અને સામાજિક તરીકે સેવા આપી રહ્યા છે.ત્યારે રાજકીય જવાબદારી આપતા તેઓની ભીલડી મંડળના ઉપ.પ્રમુખ અને મહામંત્રી વરણી કરવામાં આવતા લોકોમાં હર્ષની આનંદની લાગણી છવાઈ હતી. ભુરાજી વાધેલા અને દિપકજી ઠાકોર જિલ્લા અને ભીલડી મંડળના કાર્યકર્તા નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યકર્તાઓ સગા સબંધીઓ શુભેચ્છકોએ અભિનંદન ની વર્ષા કરી હતી…
ભરત ઠાકોર ભીલડી








