BANASKANTHAKANKREJ
થરા માર્કેટયાર્ડ ના ચેરમેને થરા શહેર મંડળ ભાજપા યુવા મોરચાના પ્રમુખનું સન્માન કર્યું.

નટવર.કે.પ્રજાપતિ,થરા
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી ના માર્ગદર્શન તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તથા જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા સાથે સંકલન કરી બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ પી.વાઘેલા દ્વારા કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કર્મચારી વાઘેલા ઈશુભા ગુમાનસિંહના સુપુત્ર વાઘેલા લાલભા ઈશુભાની થરા શહેર મંડળ યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક કરાતાં એ.પી. એમ.સી.થરાના ચેરમેન અણદાભાઈ પટેલ,આસી.સેક્રેટરી સંજય ચૌધરી, બ.કાં.જિલ્લા ડોકટર સેલના પ્રમુખ ડૉ.રાજેશ કે. બ્રહ્મભટ્ટ,કાંકરેજ તાલુકા કરણી સેનાના પ્રમુખ અનુભા કે.વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપના નવ નિયુક્ત મંત્રી અમૃત ઠાકોર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]







