GUJARATNANDODNARMADA

રાજપીપલા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો

રાજપીપલા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા સમયથી ચોરો પોલીસને હાથ તાળી આપી રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા હરસિધ્ધિ માતાજીના મંદિર સામેથી કેબિનોમાં ચોરી થઈ હતી ઉપરાંત ટ્રેક્ટર માંથી બેટરી ની ચોરી થઈ હતી

આર.જી.ચૌધરી પોલીસ ઈન્સ. રાજપીપલા ના સ્વાગત હોટલના આગળ આવેલ કેનાલ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન વાવડી તરફથી એક વાહન ચાલક મો.સા ઉપર આવતાં તેની પાસે મો.સાના કાગળો માગતાં તે સંતોષકારક જવાબ આપી શકેલ નહી જેથી શંકા જતા મો.સા.ના રજીસ્ટ્રેશન મો.સા ને GJ 05 KA 7700 પોકેટ કોપમાં સર્ચ કરતા સદર ઈસમ પાસેની મો.સા સુરત શહેરના સુનિલભાઈ કિરીટભાઈ પંચાલના નામે હોય આ સંદર્ભે પુણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ હોવાનું માલુમ પડતાં પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં મો.સા.માં પ્લા.ના કોથળામાં બાંધેલી બેટરી મળી આવેલ હતી આરોપીને પો.સ્ટે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે મો.સા સુરત ખાતેથી ચોરેલુ હોવાનુ તેમજ સાથે રાખેલ બેટરી રાજપીપલા ના વ્રજ કોમ્પલેક્ષ પાસે પડેલ ટ્રેકટર માંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી વધુ પુછપરછ કરતાં હરસિધ્ધી માતાજીના મંદિર સામે આવેલ બે લારીના તાળા તોડી તેમાંથી બે ગેસની બોટલ તથા એકતાનગર પો.સ્ટે વિસ્તારમાં આવેલ નાગેશ્વર મંદિરમાંથી ઘંટની ચોરી કરેલાની કબુલાત કરતા પોલીસને એક સાથે ચાર ગુના શોધી કાઢવામાં સફળતા મળી છે પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

આરોપી મો.સા ચોરી તેમજ રાત્રીના અંધકારનો લાભ લઈ બંધ દુકાનના તેમજ મંદિરના તાળા તોડી માલસામાન તેમજ બજારમાં પડેલ વાહનમાંથી સ્પેરપાર્ટ્સ અલગ કરી ભંગારની દુકાનમાં વેચી મારવાની આદત ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામેઆવ્યું છે

[wptube id="1252022"]
Back to top button