DAHOD CITY / TALUKOGUJARAT
સંજેલી નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રા. શાળામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૧૨.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રા. શાળામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રા. શાળામાં ૧૨મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી – રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય જગદીશભાઈ કામોલ દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મથી માંડીને તેમનાં જીવનના કાર્યો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ દિવસે શાળામાં ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ સ્વામી વિવેકાનંદજન્મ જયંતીની ઉજવણીમાં શાળાનો સમસ્ત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]