
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આર પી આઈ એસ એમ નિરસતા તેમજ પોલીસ સ્ટાફની જહેમતથી ખોખો કબડ્ડી વોલીબોલ ઉચીકુદ લાબી કુદ તથા ક્રિકેટ તથા અલગ અલગ ગ્રાઉન્ડ નુ નિર્માણ કરેલ હતુ.તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ અંતર્ગત સ્કૂલો તથા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.ખોખો કબડ્ડી ભાગ લીધેલ વિધાર્થીઓ તથા શિક્ષકોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતની મજા માણી હતી.અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધેલ છે
[wptube id="1252022"]