BANASKANTHADEESA

ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ વિકલાંગ વ્યક્તિઓ માટે નો સેવા કેમ્પ યોજાયો

520 થી વધુ વ્યક્તિઓની દિવ્યાંગતા ની ચકાસણી કરવામાં આવી

ભરત ઠાકોર ભીલડી

ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ તથા ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ૧૪-દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દિયોદર તાલુકાના તમામ ગામોના અને ડીસા તાલુકાના ૧૭ ગામોના દિવ્યાંગ વ્યક્તિઓ માટે ના સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ
આયુષ્માનભવ આયુષ્માન ભારત હેલ્થ સેન્ટર દિવ્યાંગ કેમ્પ માં આરોગ્યના વિવિધ વિભાગના નિષ્ણાતો ની ઉપસ્થિતિમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર એક જ જગ્યાએ  મળી રહે તે હેતુસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી ખાતે ગુરૂવારના રોજ યોજાયેલા કેમ્પ માં 520 થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળવાપાત્ર છે કે કેમ? તે અંગેની કેટેગરી નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આગામી સમય માં આ દિવ્યાંગ વ્યક્તિઓ ને પ્રમાણપત્ર મળવાની સાથે દિવ્યાંગ લાભાર્થીઓ ને લાભ મળવા પાત્ર રહેશે તેમાં બ.કાં જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા.દિયોદરનાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ દિયોદર મહિલા મોરચા પ્રમુખ અલકાબેન જોષી ભીલડી ભાજપ મંડળ મહામંત્રી સુરેશ શિલવા ડીસા ટીએચઓ ડૉ પી.એમ ચૌધરી દિયોદર ટીએચઓ આર.એમ સ્વામી ભીલડી સીએચસી અધિક્ષક ડૉ પ્રિયાંક પટેલ અને સીએચસી સ્ટાફ ભીલડી પીએસઆઈ એ.કે દેસાઈ અને પોલીસ સ્ટાફ લોરવાડા પીએચસી એમ.ઓ ડૉ નિસર્ગ જોષી અને આરોગ્ય સ્ટાફ ભીલડીવહેપારીઓ,આગેવાનો, પાર્ટીના હોદ્દેદારો અને ભીલડી ભાજપ મંડળ ના કાર્યકરો અને દિયોદર ભાજપ મંડળ સહિત હોદ્દેદારો અને કાર્યકરો તથા બહોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા .સાથે લાભાર્થીઓ માટે ચા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની કામગીરી લોકોએ બિરદાવી હતી અગાઉ પણ લાખણી તાલુકામાં આ રીતનો કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button